'શમી મને ..............સાથે સેક્સ માણવા દબાણ કરતો હતો', પત્નિ હસીન જહાંનો નવો ધડાકો, જાણો વિગત
કોલકત્તાઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. કોલકત્તા પોલીસે શમીની પત્ની હસીન જહાંની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. મોહમ્મદ શમીની પત્નીએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ, અત્યાચાર સહિત અનેક આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. હસીને મોહમ્મદ શમી વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના પ્રયાસનો પણ આરોપ સાથે કેસ નોંધાવ્યો છે. હસીને આરોપ લગાવ્યો હતો કે, શમીએ તેના ભાઇ સાથે સંબંધ બનાવવા માટે મને મજબૂર કરી હતી.
તે સિવાય શમીની પત્નીએ ખુલાસો કર્યો હતો કે શમી સાથે તેની મુલાકાત થઇ તે અગાઉ શમીના તેની ફોઇની નણંદની દીકરી સાથે પાંચ વર્ષ સુધી સંબંધ રહ્યો હતો. શમી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો અને આ માટે તેણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. શમી પણ અન્ય ક્રિકેટરોની જેમ બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો.
શમીની વાઇફ હસીનના પણ આ બીજા લગ્ન હતા. હસીનને પ્રથમ લગ્નથી બે દીકરીઓ છે. હસીન આઇપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમ તરફથી ચિયરલિડર્સ તરીકે કામ કરતી હતી ત્યારે વર્ષ 2012માં તે શમીને પ્રથમવાર મળી હતી. બાદમાં તેમણે 2014માં લગ્ન કરી લીધા હતા.
પત્ની સાથે વિવાદને લઇને બીસીસીઆઇએ પણ પોતાના વાર્ષિક કરારમાંથી મોહમ્મદ શમીની બાદબાકી કરવામાં આવી છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, હાલમાં શમીના નામને વાર્ષિક કરારમાંથી હટાવી દેવામાં આવ્યું છે. જોકે, આ નિર્ણયથી શમીની એક ખેલાડી તરીકેની યોગ્યતા સાથે કાંઇ લેવાદેવા નથી પરંતુ આ વર્તમાન પરિસ્થિતિઓમાં બચાવ માટે લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇને ચિંતા છે કે જો શમી પર લાગેલા આરોપ સાચા સાબિત થયા તો બોર્ડની છબિ ખરાબ થઇ શકે છે જેથી તેને દૂર કરવામાં આવ્યો છે.
પત્ની સાથે વિવાદને લઇને શમીએ પણ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, તેની પત્ની કોઇના કહેવામાં આવી ગઇ છે. હસીને કહ્યુ કે, મે ચાર વર્ષ સુધી માનસિક ત્રાસ સહન કર્યો છે. હું તેને હંમેશા કહેતી હતી કે પત્નીની ઇજ્જત કરો. પરંતુ તેનો ફોન મારા હાથમાં આવતા આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
આ અગાઉ ગઇકાલે મીડિયા સામે આવેલી હસીને જણાવ્યું હતુ કે, જો શમી ઘર બચાવવા માંગતો હોય તો સમાધાનની વાત કરી શકે છે પરંતુ તે સમાધાનની વાત કરશે નહીં. જોકે, શમીએ પત્નીના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને ઘરનો મુદ્દો ઘરમાં જ ઉકેલાઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે હસીન દ્ધારા પોતાના ફેસબુક પેજ પર શમી અને અન્ય મહિલાઓ વચ્ચે વોટ્સએપ પર થયેલી અશ્લિલ વાતચીતના સ્ક્રીનશોર્ટ્સ શેર કર્યા બાદ આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. બાદમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હસીન જહાંએ શમી પર હત્યાનો પ્રયાસ અને તેના દિયર પર રેપનો કેસ દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં હસીને જણાવ્યું કે, શમી તેના ભાઇ સાથે સેક્સ સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. સાથે મારપીટ કરતો અને ચૂપ રહેવા ધમકી આપતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
એટલું જ નહી હસીને આરોપ લગાવ્યો કે શમીએ પાકિસ્તાની યુવતી અને ઇગ્લેન્ડના એક બિઝનેસમેન સાથે મળી મેચ ફિક્સિંગ પણ કરે છે. હસીને કહ્યું કે, શમીએ આખા દેશને દગો આપ્યો છે. ફિક્સિંગના બદલામાં શમીએ દુબઇમાં એક યુવતી પાસેથી રૂપિયા પણ લીધા હતા.
વધુમાં હસીને જણાવ્યું કે, શમીના પાકિસ્તાની યુવતી આલિશા સાથે પણ લગ્નેતર સંબંધ રહ્યા છે. તેણે આરોપ લગાવ્યો હતો કે સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા બાદ શમીએ આ પાકિસ્તાની યુવતી આલિશા સાથે દુબઇમાં એક હોટલમાં સંબંધ બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ હસીને શમી પર અન્ય મહિલાઓ સાથે સેક્સ સંબંધ હોવાનો અને મેચ ફિક્સિંગમાં સામેલ હોવાના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને ફગાવતા શમીએ તેના વિરુદ્ધ કાવતરુ રચાયું હોવાનો આરોપ લગાવ્યો હતો.