એક મીડિયા ગૃપ સાથે વાત કરતાં હસની જહાંએ કહ્યું કે, શમી દેશ માટે રમી રહ્યો છે. શમી જ નહીં બીજા ખેલાડીઓ પણ દેશ માટે રમી રહ્યાં છે, પછી ભલે તે ગમે તે રમત સાથે જોડાયેલા હોય, આ તેમના માટે ગર્વની વાત છે. હસની જહાંએ ઇનડાયરેક્ટલી કહ્યું કે જો કોઇ ખેલાડી દેશ માટે સારુ પ્રદર્શન કરે છે તો તેના માટે ગર્વની વાત છે અને હું ખુશ છુ. ટીમ ઇન્ડિયાએ પોતાનુ પ્રદર્શન આગળ યથાવત રાખવુ જોઇએ ત્યારે વર્લ્ડકપ આપણે જીતીશુ.
નોંધનીય છે કે, ભારત અને આફઘાનિસ્તાન વચ્ચેની મેચ સૌથી રોમાંચક મેચમાંની એક હતી, વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયાની પાંચમી મેચ અને શમીની પહેલી મેચ હતી. છેલ્લી ઓવરમાં આફઘાન ટીમને 16 રનોની જરૂર હતી. ત્યારે શમી બૉલિંગમાં આવ્યો, પહેલા બૉલ પર ચોગ્ગો, બીજો બૉલ ડૉટ અને પછીની ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લઇને હેટ્રિક લીધી હતી. શમીની હેટ્રિક સાથે ટીમ ઇન્ડિયાએ દિલધડક મેચમાં 11 રને જીત મેળવી હતી.