નવી દિલ્હીઃ ફેન્સમાં જાણીતી એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપરા ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે વર્લ્ડકપને લઈને ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં તે બિકીનીમાં બેટ બોલની સાથે નેટ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત શર્લિને પોતાની એપ પર કેટલાક વીડિયો ફેન્સની સાથે શેર કર્યા છે.


શર્લિન ચોપરાએ વીડિયો દ્વારા ટીમ ઇન્ડિયાને મેસેજ આપ્યો છે. ફાધર્સ ડે પર શુભકામનાઓ આપતા શર્લિન ચોપરાએ ભારત-પાકિસ્તાનની મેચનાં દિવસે ટીમ ઇન્ડિયાને ‘બાપ’ ગણાવી હતી. શર્લિન ચોપડાએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને 6 લાખથી વધારે વાર વિડીયો જોવાઇ ચુક્યો છે. જણાવી દઇએ કે આ હાઈ વૉલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સતત સાતમી જીત મેળવી હતી.

આ હાર બાદ પાકિસ્તાનની ટીમની ઘણી ટીકા કરવામાં આવી. ક્રિકેટ ફેન્સે પાકિસ્તાન ટીમ પરનો પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડમાંથી મોહસિન ખાનની છુટ્ટી થઈ ગઈ છે.