આ બેટ્સમેને 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા, યુવરાજ અને ગેલની કરી બરાબરી
ટી20માં સૌથી ઝડપી પચાસ રન પૂરા કરવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. યુવરાજે આ કારનામું 2007માં ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બનાવ્યો હતો. યુવરાજે પણ આ આ જ મેચમાં 6 છગ્ગા ફટકારય્ા હતા. જ્યારે ગેલે બિગબેશ લીગમાં 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજવાબમાં બેટિંગ કરવા ઉતરેલ કાબુલ જવાનન તરફતી હઝરતુલ્લાહ ઝઝઈએ 17 બોલમાં 62 રન, રોંચી (47), શહિદુલ્લા (40) અને ઇંગ્રામ (29) રનની ઇનિંગ રમી હતી. જોકે તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. કાબુલ જવાનન 7 વિકેટ ગુમાવીને માત્ર 223 રન જ બનાવી શકી અને મેચ 21 રને હારી ગઈ.
બલ્ક લેજન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યાહતા. બલ્ક લેજન્ડ્સ તરફતી વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે 8 રનની ઇનિંગ રમી હતી. 48 બોલમાં પોતાની ઇનિંગમાં ગેલે 10 છગ્ગા ફટકાર્યા હતા.
જણાવીએ કે, હઝરતુલ્લાહ ઝઝઈએ હાલમાં જ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં 55 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી. હઝરતુલ્લાહ ઝઝઈએ બલ્ક લેજન્ડ્સના બોલર અબ્દૂલ્લા મજારીની એક ઓવરમાંછ છગ્ગા ફટકાર્યા છે. આ ઓવરમાં એક વધારાના સહિત કુલ 37 રન બન્યા.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (APL)માં હઝરતુલ્લાહ ઝઝઈનું શાનદાર પ્રદર્શન જારી છે. તેણે રવિવારે રમેલ લીગના 14માં મેચમાં કાબુલ જવાનન તરફથી રમતા એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તેણે 12 બોલમાં જ પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી. આ રીતે તેણે ટી-20માં ફસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરોબરી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -