Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
India vs West indies: ભારતના આ સ્ટાર ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો સૌથી યુવા ખેલાડી
વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર પૃથ્વી શો ત્રીજો ભારતીય છે. આ પહેલા 2011માં અશ્વિન અને 2013માં રોહિત શર્માએ આવી સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે ત્રણેય વખત ભારતે 2-0થી શ્રેણી જીતી હતી. આ ત્રણ સિવાય ભારતનો સૌરવ ગાંગુલી પણ ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ગાંગુલીએ 1996માં ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે ગાંગુલી ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૃથ્વીએ બીજી ટેસ્ટ દરમિયાન વિજયી ફોર ફટકારી હતી. આ સાથે જ તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં વિજયી રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પૃથ્વીએ 118.50ની એવરેજથી 237 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે 134, 70 અને અણનમ 33 રનની ઇનિંગ્સ રમી શો એ સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝમાં બધાન નજર પૃથ્વી શો પર હતી અને શોએ પણ દરેકને પોતાની બેટિંગનો જમ બતાવ્યો. સીરીઝના પ્રથમ મેચ અને ડેબ્યૂ મેચમાં પણ સેન્ચુરી ફટકાર્યા બાદ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 70 અને બીજી ઇનિંગમાં અણનમ 33 રન બનાવવા માટે મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવામાં આવ્યો. આ પહેલા તે પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -