મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કૉચ તરીકે રવિ શાસ્ત્રીની સેલેરીમાં મોટો ફાયદો થવાનો છે. તે આગામી બે વર્ષ સુધી વધેલી સેલેરીની સાથે ટીમ ઇન્ડિયાના હેડ કૉચ તરીકે કામ કરશે.

કહેવાઇ રહ્યું છે કે, કૉન્ટ્રાક્ટના નવિનીકરણ બાદ 57 વર્ષીય કૉચ રવિ શાસ્ત્રીનો વાર્ષિક પગાર લગભગ 10 કરોડ રૂપિયા થઇ જશે, એટલે કે નવા કૉન્ટ્રાક્ટ પ્રમાણે રવિ શાસ્ત્રીને 10 કરોડ રૂપિયાની વાર્ષિક સેલેરી મળી શકે છે.



આ નવિન કૉન્ટ્રાક્ટ પ્રમાણે કૉચ રવિ શાસ્ત્રીની સેલેરી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ કરતાં પણ વધી જશે. આ ત્રણેયને બીસીસીઆઇ તરફથી દરવર્ષે ક્રિકેટ રમવા માટે 7 કરોડ રૂપિયા મળે છે.



બીસીસીઆઇની હાલની કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ A+ ખેલાડી છે, જેની વાર્ષિક સેલેરી 7 કરોડ રૂપિયા છે. આવામાં કહી શકાય કે હેડ કૉચ રવિ શાસ્ત્રીની સેલેરી મેદાન પર રમનારા ભારતીય ખેલાડીઓ કરતાં વધારે હશે.