નવી દિલ્હીઃ ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લા કેટલાય સમયથી પોતાના પ્રદર્શનથી ધમાલ મચાવનારો ખેલાડી જલજ સક્સેનાને છેવટે ટીમ ઇન્ડિયા એમાં સ્થાન મળ્યુ છે.


મધ્યપ્રદેશના ઇન્દોરનો આ ઓલરાઉન્ડર હવે સાઉથ આફ્રિકા સામે અનઅધિકૃત ટેસ્ટ મેચ રમવા મેદાન ઉતરશે. ડૉમેસ્ટિક ક્રિકેટમાં અનેક રેકોર્ડ રચ્યા બાદ હવે જલજને કૃષ્ણપ્પા ગૌતમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આજથી મેચ શરૂ થઇ રહી છે.



લાંબા ઇન્તજાર બાદ 32 વર્ષીય ક્રિકેટર જલજ સક્સેનાને ટીમ ઇન્ડિયા એમાં સ્થાન મળતાં ખુશ થઇ ગયો છે, હવે આના પ્રદર્શનના આધારે જલજ સીનિયર ટીમમાં પણ સ્થાન મેળવી શકે છે.



જલજ સક્સેનાનું ડૉમેસ્ટિક કેરિયર ખુબજ સફળ રહ્યું છે, 14 વર્ષની ઘરેલુ ક્રિકેટ કેરિયરમાં જલજ 113 પ્રથમ શ્રેણી મેચમાં 6 હજારથી વધુ રન ફટકાર્યા છે, વળી 300 વિકેટ પણ હાંસલ કરી ચૂક્યો છે. જલજની આ પ્રતિભાને જોઇને સિલેક્ટર્સે ભારત એ તરફથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.



ભારત એ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઇ, અંકિત બાવને, કેએસ ભરત, કે ગૌતમ, શાહબાઝ નદીમ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે, શિવમ ડુબે, વિજય શંકર