CWG 2018: શૂટિંગમાં હિના સિધુએ ભારતને અપાવ્યો ગોલ્ડ, પેરાપાવરલિફ્ટિંગમાં મળ્યો બ્રોન્ઝ મેડલ
આ અગાઉ હીનાએ મહિલાઓની 10 મીટર એર શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારતના ખાતમાં ત્રણ ગોલ્ડ મેડલ આવી ચુક્યા છે. હિના પહેલા મનુ ભાકેર અને જીતુ રાયે ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે કુલ 8 મેડલ જીત્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App39 ગોલ્ડ મેડલ જીતીને ઓસ્ટ્રેલિયા મેડલ લિસ્ટમાં ટોચ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 22 ગોલ્ડ મેડલ સાથે મેડલની યાદિમાં બીજા ક્રમાંક પર છે. મહિલાઓની 25 મીટર એર પિસ્ટલ(શૂટીંગમાં)માં હીના સિધુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.બોક્સિંગમાં ભારતને વધુ એક મેડલ મળશે, નમને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ગોલ્ડ કોસ્ટ: 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રવિવાર બાદ સોમવારે પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. હિના સિધુએ એર પિસ્તલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. જ્યારે પુરુષોની પેરા પાવરલિફ્ટિંગના હેવીવેટ કેટેગરીમાં સચિન ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સચિન ચૌધરીએ ફાઈનલમાં 181.0 પોઈન્ટ મેળવ્યા છે. 11 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે ભારત મેડલના લિસ્ટમાં ત્રીજા નંબરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -