ઓસ્ટ્રેલિયામાં ચાર દેશના 28 કેપ્ટન ન કરી શક્યા તે એકલા વિરાટ કોહલીએ કરી બતાવ્યું, જાણો વિગત
બાંગ્લાદેશના કેપ્ટન : ખાલિદ મેહમૂદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીલંકાના પાંચ કેપ્ટન : રંજન મદુગલે, અર્જુન રણતુંગા, અરવિંદ ડી સિલ્વા, માર્વન અટાપટ્ટુ, માહેલા જયવર્દને.
પાકિસ્તાનના 10 કેપ્ટન : હનીફ મોહંમદ, ઈંતિખાબ આલમ, મુશ્તાક મોહંમદ, જાવેદ મિયાંદાદ, ઝહીર અબ્બાસ, ઇમરાન ખાન, વસીમ અકરમ, ઇંઝમામ ઉલ-હક, મોહંમદ યુસુફ, મિસ્બાહ ઉલ-હક.
ભારતના 13 કેપ્ટન : લાલા અમરનાથ, ચંદુ બોરડે, મન્સૂરઅલી ખાન પટૌડી, બિશનસિંહ બેદી, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, ધોની, વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી.
પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં વિજય અપાવનાર વિરાટ કોહલી પોતાની સૌથી મોટી સિદ્ધિ માને છે. તેનું કહેવું છે કે, તેનાથી ભારતીય ટીમની એક અલગ ઓળખ બનશે. વિરાટ કોહલી આઠ વર્ષ પહેલાં ધોનીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી ચૂક્યો છે પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં મળેલી જીતને વર્લ્ડ કપથી પણ મોટી જીત માને છે.
વિરાટ કોહલી સહિત ભારતના 13 કેપ્ટન, પાકિસ્તાનના 10 કેપ્ટન અને શ્રીલંકાના પાંચ કેપ્ટન સામેલ છે જ્યારે બાંગ્લાદેશનો એક કેપ્ટન પણ છે. એટલે ઓસ્ટ્રેલિયામાં જે 28 કેપ્ટન ન કરી શક્યા તે ફક્ત ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરી બતાવ્યું હતું.
સિડની: વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝની વાત આવે ત્યારે ભારતીય ટીમને નબળી આંકવામાં આવતી હતી પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે 1947-48થી 2018-19 દરમિયાન 29 કેપ્ટનોએ દમ લગાવ્યો હતો. પરંતુ સફળતા માત્ર વિરાટ કોહલીને મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -