કુઆટાન: ભારતીય પુરૂષ હોકી ટીમે જીત મેળવી દીવાળીની ગીફ્ટ આપી છે. ભારતે આ જીત પાકિસ્તાનની વિરૂધ્ધ મેળવી છે. એશિયન ચૈપિંયન ટ્રોફી હોકીના ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 3-2 થી હરાવ્યુ છે. દીવાળીના દીવસે મળેલી જીતને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે બીજી વાર જીત મેળવી છે. આ જીતથી ભારતીય દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારે તરફ લોકો જશ્ન મનાવી રહ્યા છે.

ભારતે આ ટુર્નામેંટમાં એક પણ મેચ નથી હારી, પ્રથમ મુકાબલામાં જાપાનને 10-2 થી હરાવ્યું હતું. જ્યારે બીજા મેચમાં દક્ષિણ કોરિયાને 1-1 ની બરાબરી કરીને રોક્યું હતું.

પાકિસ્તાનની ટીમને આ ટુર્નામેંટમાં બે વખત હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તેમણે ત્રણ મુકાબલામાં જીત મેળવી હતી.