Bihar Women’s Asian Champions Trophy 2024: બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024માં ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની મહિલા હૉકી ટીમે પણ રાજગીરમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ મંગળવારે રમાશે. બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની પ્રથમ સેમિફાઇનલ ચીન અને મલેશિયા વચ્ચે રમાશે. આ મેચ પણ મંગળવારે જ યોજાશે.


ભારતીય મહિલા હૉકી ટીમ આ ટૂર્નામેન્ટ સલીમા ટેટેની કેપ્ટનશીપમાં રમી રહી છે. સલીમાની સાથે ગૉલકીપર સવિતા, જ્યોતિ, સુશીલા ચાનુ અને નેહાનું પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. શર્મિલા અને સંગીતા કુમારીએ પણ પોતાની તાકાત બતાવી છે. હવે સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ મેચમાં જાપાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે એક મેચમાં 0-3થી જીત મેળવી હતી.


બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ ચીન અને મલેશિયા વચ્ચે રમાશે. આ સ્પર્ધા ટક્કર બની શકે છે. આ મેચ પહેલા કોરિયા અને થાઈલેન્ડ વચ્ચે પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે મુકાબલો થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 20 નવેમ્બર એટલે કે બુધવારે યોજાશે. આ તમામ મેચ બિહારના રાજગીરમાં યોજાશે.


ભારત અને જાપાનની ટીમો -


ભારતીય ટીમઃ - સવિતા પુનિયા, બિચુ દેવી ખારીબામ, ઉદિતા, જ્યોતિ, વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે, સુશીલા ચાનુ, ઈશિકા ચૌધરી, નેહા, સલીમા ટેટે, શર્મિલા દેવી, મનિષા ચૌહાણ, સુનેલિતા ટોપ્પો, લાલરેમ્સિયામી, નવનીત કૌર, પ્રીતિ દુબે, સંગીતા કુમારી, દીપિકા, બ્યૂટી ડુંગડુંગ.


જાપાનની ટીમ: - માઈ ફુકુનાગા, મિયુ હાસેગાવા, મયુરી હોરીકાવા, સાયા ઈવાસાકી, હારુકા કાવાગુચી, જુનોન કવાઈ, શિહો કોબાયાકાવા, યૂ કુડો, મેઈ માત્સુનામી, માઈકો મિકામી, મિઝુકી મોરિતા, હિરોકા મુરાયામા, સાહો નાગાતા, નાત્સુમી ઓશિમા, હનામી સૈતો, અયાના તમુરા, સાકી તનાકા, માહો ઉએનો.


આ પણ વાંચો


પાકિસ્તાનનું ટેન્શન વધ્યુ, ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ક્રિકેટ ટીમની હૉટલમાં આગ લાગતા ભાગમભાગ, PCB પર સવાલો ઉઠ્યા