હૉકી વિશ્વકપ 2018: ભારતની શાનદાર શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવ્યું
ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતના મનદીપ સિંહે 43મી મિનિટમાં ગોલ કરી સ્કોર 3-0 કરી દીધો. તેની બે મિનીટ બાદ લલિત ઉપાધ્યાયે ટીમને ચોથો ગોલ કરાવ્યો. સિમરનજીત સિંહે ટીમને પાંચમો ગોલ પેનલ્ટી કોર્નર પર 46મી મીનીટમાં ફટકાર્યો. આ સાથે જ યજમાન ભારતીય ટીમે 5-0ના અંતરથી મુકાબલો પોતાના નામે કરી લીધો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુવનેશ્વર: ભારતીય હોકી ટીમે હોકી વર્લ્ડકપમાં શાનદાર જીત સાથે શરૂઆત કરી દીધી છે. ટૂર્નામેંટની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવી દીધું છે. આઠ વર્ષ બાદ પોતાની યજમાનીમાં વિશ્વકપ રમી રહેલી ભારતીય ટીમે કલિંગા સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં ભારત તરફથી સિમરનજીત સિંહે 2 ગોલ કર્યા હતાં. જ્યારે આકાશદીપ, લલિત ઉપાધ્યાય અને મનદીપ સિંહે 1-1 ગોલ કર્યા હતાં. સિમરનજીત સિંહને શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતે શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકા પર દબાણ બનાવી રાખવાની રણનીતિ બનાવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતે પોતની બઢત બેવડી કરી લીધી જ્યારે 12મી મિનિટે આકાશદીપે શાનદાર ફીલ્ડ ગોલ કર્યો. બીજા ક્વાર્ટરમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતે ડિફેન્સને તોડવા નિષ્ફળ રહી. ભારતને 19માં મિનિટે મળેલો પેનલ્ટી કોર્નર બેકાર ગયો જ્યારે 27મી મીનિટમાં નિલાકાંતા શર્માએ ગોલ કરવાનો અવસર ગુમાવી દીધો હતો.
અત્યાર સુધી એકમાત્ર 1975માં વિશ્વકપ જીતનારી ભારતીય ટીમને આ વખતે વિશ્વકપ ખિતાબની દાવેદાર માનવામાં આવી રહી છે. વિશ્વ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતી કોચ હરેન્દ્ર સિંહની ટીમે અપેક્ષા અનુરૂપ શાનદાર શરૂઆત કરતા 15મીં રેન્કિંગવાળી દક્ષિણ આક્રિકાની ટીમને 60 મીનિટમાં મેચમાં વાપસીની તક આપી નહોતી. હવે બીજી ડિસેમ્બરે ભારતનો મુકાબલો બેલ્જિયમ સાથે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -