UKના ઓવલ ગ્રાઉન્ડ પર કેટલા વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે? જાણો વિગત
abpasmita.in | 09 Jun 2019 09:12 AM (IST)
આજે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના કેનિંગ્ટનમાં આવેલા ઓવલમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ભારત રેકોર્ડ બહુ જ ખરાબ છે.
આજે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના કેનિંગ્ટનમાં આવેલા ઓવલમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ભારત રેકોર્ડ બહુ જ ખરાબ છે. ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 2019ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને વેસ્ટઈન્ડીઝ સામે જીત મેળવી છે. ભારત સામે ઓસ્ટ્રેલિયા જીત મેળવવાનાં તમામ પ્રયત્નો કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 1983થી અત્યાર સુધી 11 વખત મેચ રમાઈ છે જેમાંથી 8 વખત ઓસ્ટ્રેલિયન ટીમ જીતી છે જ્યારે ભારતીય ટીમ ફક્ત 3 વખત જ જીત મેળવી છે. કેનિંગ્ટન ઓવલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ છે. 1999નાં વર્લ્ડ કપની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 77 રને હરાવ્યું હતું. હવે 20 વર્ષ બાદ ફરી એકવાર બંને ટીમો આ મેદાન પર ટકરાશે. 1974થી 2017 સુધી ભારતે કેનિંગ્ટન ઓવલ મેદાન પર કુલ 15 વન-ડે મેચો રમી છે જેમાંથી 5માં ભારતને જીત અને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.