સિલ્હટ થંડર્સ માટે રમી રહેલ ડાબોડી ફાસ્ટ બોલર સંતોકીએ જમોણી બેટ્સમેનને લેગ સાઈડમાં એવો ફુલ ટોસ ફેંક્યો, જેને જોઈને બધા હેરાન રહી ગયા. તે બોલ એટલો બહાર (અંદાજે એક મીટર) હતો કે ટેસ્ટ મેચમાં પણ સમય લીધા વગર જ તેને વાઈડ જાહેર કરી શકાતો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ક્રિસ્માર સંતોકીએ ઇનિંગના બીજા ઓવરમાં ચટગાંવ ચેલેન્જર્સ તરફથી રમતા શ્રીલંકાઈ ખેલાડી અવિષ્કા ફર્નાન્ડોને એક મોટી વાઇટ બોલ ફેંક્યો સાથે આ જ ઓવરમાં એક એવો નો-બોલ પણ ફેંક્યો જે આશ્ચર્ય કરે એવો હતો. આ નો બોલમાં બોલરનો પગ ક્રીઝથી લગભગ એક ફૂટ દૂર હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને યુઝર્સ આ વીડિયો શેર કરી જબરદસ્ત કોમેન્ટ કરી મજા લઈ રહ્યા છે.
એક યૂઝરે ટ્વીટ કરીને કહ્યું, ‘આ ટી20 ટૂર્નામેન્ટ તો સટ્ટેબાજો/મેચ ફિક્સિંગ માટે છે.’ એકે લખ્યું, ‘દાળમાં કંઈ કાળું છે.’