કોહલીને પુછવામાં આવ્યું કે ટેસ્ટ, વનડે કે ટી20? શું વધારે ગમે છે, ત્યારે મળ્યો આ રસપ્રદ જવાબ
રૂટે કહ્યું કે, જે કોઇપણ કહે છે કે ટેસ્ટ ક્રિકેટ હવે મરી ગઇ છે, તેઓએ આ રમતને રીપીટ કરીને જોવી જોઇએ. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ ખેલાડી માઇકલ વૉનનું કહેવું છે કે વનડે ક્રિકેટમાં તમને ટેસ્ટ ક્રિકેટ જેવો માહોલ નથી મળતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટન કોહલીએ કહ્યું કે, જે લોકે ટેસ્ટ ક્રિકેટ જોઇ રહ્યાં છે તે લોકોને પણ આ ફોર્મેટ એટલું જ ગમતું હશે. તે આ રમતને સમજે છે અને પાંચ દિવસની રમતમાં ઉચ્ચ સ્તરીય પ્રતિસ્પર્ધી ટીમોની વિરુદ્ધ પોતાની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે આનાથી સારી રમત કોઇ હોઇ જ ના શકે. હું માનું છું કે દરેક ખેલાડીને ક્રિકેટમાં ટેસ્ટ રમવી પસંદ હશે.'
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના મહત્વ પર ઉઠી રહેલા સવાલો પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે આ તેમનું સૌથી બેસ્ટ અને મનગમતુ ક્રિકેટ ફોર્મેટ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતાને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે. આના પર કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
એક રિપોર્ટ અનુસાર, કોહલીની સાથે સાથે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જે રૂટે પણ ટેસ્ટ ક્રિકેટનું સમર્થન કર્યું છે. કોહલીએ કહ્યું કે, 'આ શાનદાર છે, આ મારુ સૌથી વધુ મનગમતું ક્રિકેટ ફોર્મેટ છે અને ક્રિકેટનું સૌથી શાનદાર ફોર્મેટ છે. અમને ટેસ્ટ ક્રિકેટ જોવી ગમે છે.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -