દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, કઈ તારીખે પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
ગરમીનો પારો વધી જતાં ચોમાસામાં પણ ગરમી જેવો માહોલ સર્જાયો છે. નબળી પડેલી વરસાદી સિસ્ટમ 6 ઓગસ્ટેથી ગુજરાતમાં ફરી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રિય થશે, જેથી 24 કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 6 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.
આ સાથે હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 6 ઓગસ્ટ પછી ગુજરાત સહિત દેશના પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
અમદાવાદ: 10 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભવના છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થતાંની સાથે વલસાડ જિલ્લાના કપરાડામાં 4 ઈંચ, ધરમપુરમાં 2 ઇંચ તથા સાપુતારામાં 7 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાનમાં આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -