નાસિર હુસૈને મને કહ્યો હતો ‘બસ ડ્રાઈવર’, ક્યા ભારતીય ક્રિકેટરે કર્યો ખુલાસો
એવું કહેવાય છે કે સૌરવ ગાંગુલીએ ટી શર્ટ ઉતારીને એન્ડ્રયુ ફ્લિન્ટોફને જવાબ આપ્યો હતો. તે જ વર્ષે ફ્લિન્ટોફે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરૂદ્ધ વનડે મેચમાં મળેલી જીત પછી પોતાનું ટીશર્ટ કાઢી હવામાં ફેરવ્યું હતું. મુંબઇમાં ઇંગ્લેન્ડ સામેની મેચ જીત્યા પછી સિરિઝ 3-3થી બરાબર હતી. જે પછી ફ્લિન્ટોફ ટી શર્ટ ઉતારીને મેદાનમાં ફર્યો હતો. ગાંગુલીએ આક્રમકતાથી આ વાતનો જવાબ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે 106 રન પર પહેલી વિકેટ ગુમાવી હતી. પરંતુ 146 રન પર પહોંચતા પાંચ બેટ્સમેન પેવેલિયનમાં હતાં. આ પછી યુવરાજ અને કૈફે કમાન સંભાળી હતી. બન્નેએ 121 રનની પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી. આ મેચમાં કૈફ 87 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો અને યુવરાજ સિંહે 69 રન બનાવ્યાં હતાં.
ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 325 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. કેપ્ટન નાસિર હુસૈન અને બેટ્સમેન માર્ક્સ ટ્રેસ્કોથિક, બન્નેએ શતક ફટકાર્યાં હતાં. ભારતીય ટીમ દબાણમાં હતી પછી વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલીએ ટીમની શરૂઆત કરી હતી. તેણે 106 રનની પાર્ટનરશીપ કરી હતી. પરંતુ પછી ભારતીય ટીમ વિખરાવા લાગી હતી. ગાંગુલી પછી સચિન, સહેવાગ અને દ્રવિડ પણ સસ્તામાં આઉટ થયાં હતાં.
નવી દિલ્હીઃ ભારતીના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે 28 ફેબ્રુઆરીએ દાવો કર્યો કે 2002 નેટવેસ્ટ સીરઝની ફાઈનલમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને મને એક વખત બસ ડ્રાઈવર કર્યો હતો. કૈફે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સવાલ અને જવાબનું સત્ર કરી રહ્યા હતા ત્યારે એક ફેન્સે પૂછેલા એક સવાલનો જવાબ આપતા કૈફે આ ખુલાસો કર્યો હતો.
ફેને પૂછ્યું હતું કે,’નેટવેસ્ટ સિરિઝની ફાઇનલમાં તમે અને યુવરાજ સિંહ શું વાત કરી રહ્યાં હતાં.? શું ઇંગ્લેન્ડના ખેલાડીઓ વિરૂદ્ધ કોઇ અપશબ્દ વાપર્યાં હતાં?’ આ વાતનો જવાબ આપતાં કૈફે લખ્યું કે,’હા, નાસિર હુસૈને મને બસ ડ્રાઇવર કહ્યો હતો.’ જોકે એ સ્પષ્ટ નથી થયું કે કૈફે આ જવાબ મજાકમાં આપ્યો હતો કે સાચે જ આવું થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -