પડતો મૂકાતા દુઃખી થયો’તો આ ક્રિકેટર, કર્યો ચોંકાવનારો ખુલાસો!
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કમબેક કર્યું છે અને તેણે રૈનાને રિટેઈન કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૈનાએ કહ્યું કે, ‘મારી અંદર હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને મને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટી20માં સારા પ્રદર્શનનો વિશ્વાસ છે.’ 31 વર્ષીય રૈનાએ ભારત માટે અત્યાર સુધી 223 વન-ડે અને 65 ટી20 મેચો રમી છે.
તેણે કહ્યું કે, ‘આટલા મહીનાની સખત ટ્રેનિંગ દરમિયાન મારી ભારત માટે રમવાની ઈચ્છા વધુ મજબૂત થઈ છે.’ ટી-20નો સ્પેશિયાલિસ્ટ મનાતો રૈના કહે છે કે, ‘વાત માત્ર અહીં સુધીની જ નથી. મારે ભારત માટે જેટલું શક્ય એટલું લાબું રમવું છે. મારે 2019ના વર્લ્ડકપમાં રમવું છે, કારણ કે હું જાણું છું કે, મેં ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે.’
નવી દિલ્હીઃ સુરેશ રૈનાએ કહ્યું કે, તેણે સારું પ્રદર્શન કરવા છતાં ભારતીય ટીમમાંથી બહાર કરવાના કારણે તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો અને હવે ફરીથી વાપસી બાદ દક્ષિણ આફ્રીકામાં આગામી ટી20 સીરીઝમાં માટે તૈયાર છે. રૈનાએ કહ્યું કે, હું દુખી થઈ ગયો હતો કારણ કે સારું પ્રદર્શન કરવાં છતાં મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો પરંતુ હવે મે યોયો ટેસ્ટ પાસ કરી લીધી છે અને હું ફિટ અનુભવું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -