આઈસીસીએ તસવીર શેર કરીને પૂછ્યું,તમારા હિસાબે પૂર્વ અને વર્તમાન ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ પુલ શોટ કોણ રમી શકે છે ? મોટાભાગના સમર્થકોએ રોહિત શર્માએ ક્રિકેટ ઇતિહાસનો બેસ્ટ પુલર ગણાવ્યો હતો. જોકે તેને એક દિગ્ગજ ટક્કર આપી હતી અને રિકી પોન્ટિંગનું પલડું ભારે થઈ ગયું હતું.
વર્તમાન ક્રિકેટરોમાં પુલ શોટ ફટકારનારા ખેલાડીઓમાં રોહિત શર્મા શ્રેષ્ઠ પુલ શોટ લગાવે છે તેનો આ શોટ જોવા જેવો હોય છે. અનેક ક્રિકેટ ફેન્સે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓને પણ બેસ્ટ પુલર ગણાવ્યા હતા.
રોહિત શર્માએ 32 ટેસ્ટમાં 6 સદી અને 10 અડધી સદી વડે 2141 રન બનાવ્યા છે. જ્યારે 224 વન ડેમાં 29 સદી અને 43 અડધી સદી વડે 9115 રન બનાવ્યા છે. 108 ટી-20માં રોહિત શર્માએ 138.8ના સ્ટ્રાઇક રેટથી 2773 રન બનાવ્યા છે. ટેસ્ટમાં રોહિતનો સર્વોચ્ચ સ્કોર 212 રન, વન ડેમાં 264 રન અને ટી20માં 108 રન છે.