ICCએ માન્યુ, ધોની અને દ્રવિડ છે ક્રિકેટની જરૂરિયાત, બન્ને છે ‘મહાનાયક’, જાણો કેમ કર્યા યાદ
રિચર્ડસને લેક્ટરમાં કહ્યું કે, મેદાન પર ક્રિકેટના મહાનાયકોની જરૂરિયાત છે, કૉલિન મિલબર્ન્સ, ફ્રેડી ફ્લિન્ટોફ, શેન વોર્ન, વિરાટ કોહલી કે બેન સ્ટૉક્સ જેવા, પણ આપણને ફ્રેન્ક વોરેલ, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓની ખુબ જરૂર છે, જેથી આ નક્કી કરી શકીએ કે આપણી સાથે બધું બરાબર થાય.
તેમને કહ્યું કે, ખાનગી છટકબારી, આઉટ થનારા બેટ્સમેનોને ફિલ્ડરો દ્વારા વિદાય આપવી, અનાવશ્યક શારીરિક સંપર્ક, અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ખેલાડીઓની ના રમવાની ધમકી આપવી અને બૉલ સાથે છેડછાડ કરવી. આ એ રમત નથી જેને આપણે દુનિયાની સામે રાખવા માંગીએ છીએ.
એમસીસી-2018 કાઉડ્રે લેક્ચરમાં રિચર્ડસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલમાં વધી રહેલી છટકબારીઓ અને દગાખોરી પર ચિંતા વ્યક્ત કરતાં ખેલાડીઓ અને કોચોને આને રોકવા માટે વધુ પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકિપર અને બેટ્સમેને સ્વીકાર્યુ છે કે આઇસીસી પાસે બધા પડકારોનો જવાબ નથી, પણ બધા મળીને તેને નિપટાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ આઇસીસીના મુખ્ય કાર્યકારી CEO ડેવિડ રિચર્ડસને ક્રિકેટના દિગ્ગજોને યાદ કરતાં પ્રસંશા કરી છે. તેમને કહ્યું કે ક્રિકેટમાં વિરાટ કોહલી અને બેન સ્ટૉક્સ જેવા ખેલાડીઓ જરૂરી છે, પણ તેનાથી વધુ મહેન્દ્ર સિંહ ધોની અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓની ખુબ જરૂરિયાત છે, તેઓ મહાનાયક છે. જેથી ક્રિકેટને સંતુલન આપી શકાય.