બોલરોમાં ઝડપી બોલર ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચરની આગેવાનીમાં બોલરોએ શાનદાર ફોર્મમાં છે. યજમાન હોવાના કારણે ઇગ્લેન્ડને સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદોનો મળશે. પરંતુ કીવી કોચ ગૈરી સ્ટીડ અગાઉ કહી ચૂક્યા છે કે તેમની ટીમ આશ્વર્યજનક પ્રદર્શન કરી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચી છે અને તેનો આત્મવિશ્વાસ હાલમાં ટોચ પર છે. જોકે, ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી સતત નિષ્ફળ રહી છે જેને કારણે કેપ્ટન વિલિયમસન અને રોસ ટેલર પર તમામ જવાબદારી આવી જાય છે.
ઇગ્લેન્ડની ટીમ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. તેની આ ચોથી ફાઇનલ છે. તે અગાઉ ત્રણ વખત ફાઇનલ રમી ચૂકી છે પરંતુ એક પણ વખત જીતી નથી. જોકે, આ વખતે પરિસ્થિતિ ઇગ્લેન્ડની તરફેણમાં છે અને તેને યજમાનની ફાયદો પણ મળી શકે છે. ઇગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે.