ગેટિંગે કહ્યું કે, અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ એ વાતને લઈ ખૂબ આશાવાદી છે કે ક્રિકેટને 2028 ઓલિમ્પિક રમતોમાં સ્થાનળ મળી શકે છે. તેની પર તેઓ મજબૂતીથી કામ કરી રહ્યા છે. તે વૈશ્વિક સ્તરે ક્રિકેટ માટે મોટી વાત હશે.
ગેટિંગે કહ્યું કે, તે માત્ર બે સપ્તાહની વાત હશે ન કે સમગ્ર મહિનાની. તેથી આ એ ટૂર્નામેન્ટ્સમાંથી હશે, જેમાં બે સપ્તાહનો કાર્યક્રમ બનાવવામાં મુશ્કેલી નહીં આવે. નોંધનીય છે કે, ક્રિકેટ એશિયન ગેમ્સ અને 1998માં કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો પણ રહી ચૂક્યું છે. હવે વર્ષ 2022માં બર્હિઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પણ મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે.