Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત સામેની ટી20 બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ દંડાઇ, આઇસીસીએ આખી ટીમને ફટકારી દીધો દંડ, જાણો કેમ?
ઉલ્લેખનીય છે કે, ભારત સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇસીસી એલીટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસને ઓસ્ટ્રેલિયન ટીમને લક્ષ્યથી એક ઓવર ધીમી બૉલિંગ કરવાની દોષી ગણવામાં આવી છે.
દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વેસ્ટ ઇન્ડિઝ ચાલી રહેલી મહિલા ટી20 વર્લ્ડકપમાં શનિવારે ભારત વિરુદ્ધ રમાયેલી મેચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને દંડ ફટકાર્યો છે. આઇસીસીએ સ્લૉ ઓવર રેટને લઇને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને દંડ કર્યો છે. આઇસીસીએ એક રિપોર્ટ જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે.
ઓસ્ટ્રેલિયન ટીમને આઇસીસીની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22.1નું ઉલ્લંઘન કરવાની દોષી માનવામાં આવી, આઇસીસીએ ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન મેગ લેનિંગ પર મેચ ફીસના 20 ટકા અને બાકીના ખેલાડીઓ પર 10 ટકા દંડ ફટકાર્યો છે. લેનિંગે દંડનો સ્વીકાર કર્યો છે અને તેની વિરુદ્ધ ઔપચારિક સુનાવણીની જરૂર નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -