નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે ભારતની સ્થિતિ હાલ એકદમ ગંભીર છે. કૉવિડ-19ના કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડને ફક્ત આઇપીએલની 14મી સિઝન જ નથી ટાળવી પડી પરંતુ હવે વધુ એક મોટુ નુકશાન ઉઠાવવાનો પણ વારો આવી શકે છે. રિપોર્ટ છે કે આગામી મહિનાઓમાં યોજાનારો ક્રિકેટના આઇસીસી ટી20 વર્લ્ડકપનુ આયોજન પણ ભારતના હાથમાં જઇ શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1લી જૂને ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડકપની યજમાનીનો ફેંસલો કરશે. 


બીસીસીઆઇ પણ મેજબાનીને પોતાના હાથમાં નથી જવા દેવા માંગતુ. બીસીસીઆઇએ 29 મેએ આઇસીસીની મીટિંગ પહેલા સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવી છે, બીસીસીઆઇની આ મીટિંગમાં 1 લી જૂને થનારી મીટિંગમાં પોતાનુ સ્ટેન્ડ રાખવા માટે ખાસ ચર્ચા થઇ શકે છે. 


ખરેખરમાં, આઇપીએલ સ્થગિત થવાના કારણે જ ભારતમા રમાનારા ટી20 વર્લ્ડકપના આયોજન પર સવાલો ઉઠ્યા છે. ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લેવાની છે, જોકે આ સમયગાળા દરમિયાન ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પણ ખતરો છે, એટલે ભારતમાં સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની શકે છે.


યૂએઇમાં રમાઇ શકે છે વર્લ્ડકપ.......
એવા કયાસો લગાવવામાં આવી રહ્યાં છે કે, આઇસીસી ભારતની જગ્યાએ યૂએઇમાં ટી20 વર્લ્ડકપનુ આયોજન કરાવી શકે છે. યૂએઇમાં ગયા વર્ષે કોરોના વાયરસના કેર છતાં આઇપીએલની 13મી સિઝનનુ શાનદાર આયોજન થયુ હતુ. આ કારણે યૂએઇની દાવેદારી ખુબ મજબૂત છે. 


ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપનુ આયોજન ન હતુ થઇ શક્યુ, પરંતુ આ વર્ષે આઇસીસી કોઇ રિસ્ક લેવા નથી માંગતુ. આગામી વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપની મેજબાનીનો અધિકાર ઓસ્ટ્રેલિયાની પાસે છે. આવામાં ભારતની પાસે ફક્ત 2023માં જ વનડે વર્લ્ડકપની મેજબાની બચશે. ખાસ વાત છે કે, દુનિયાભરમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ મહામારીએ કેર વર્તાવ્યો છે, જેના કારણે લગભગ દુનિયાનુ મોટાભગનુ રમત જગત અટકી પડ્યુ છે. ક્રિકેટની કેટલીય મોટી લગી, ટૂર્નામેન્ટ્સ પણ સતત સ્થગિત થઇ રહી છે.