ICC રેન્કિંગઃ પૃથ્વી-પંતનો હનુમાન કુદકો, બેટ્સમેનમાં કોહલીનો દબદબો
વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે હૈદરાબાદ ટેસ્ટમાં 92 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે તેના રેન્કિંગમાં 23 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે અને હવે તે 62માં નંબર પર પહોંચી ગયો છે. પંત ટેસ્ટ સીરિઝની શરૂઆતમાં 111માં સ્થાન પર હતો. તેણે રાજકોટમાં પણ 92 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલર્સમાં ઉમેશ યાદવને પણ ચાર પોઈન્ટનો ફાયદો થયો છે. બોલર્સના રેન્કિંગમાં તે 25મા ક્રમ પર પહોંચી ગયો છે. ઉમેશ ભારતમાં ટેસ્ટ મેચ દરમિયાન 10 વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો હતો. જેના કારણે તેના રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી વિજેતા બનાવનારા પૃથ્વી શૉએ ડેબ્યૂ સીરિઝમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદમાં 70 અને અણનમ 33 રનની ઈનિંગ રમવાના કારણે તે 13 પોઈન્ટની છલાંગ લગાવીને 60મા સ્થાન પર પહોંચી ગયો છે. ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને તેણે રેકિંગમાં 73માં સ્થાન પર પ્રવેશ કર્યો હતો.
હૈદરાબાદમાં 80 રનની ઈનિંગ રમવાના કારણે અજિંક્ય રહાણેને પણ ચાર પોઈન્ટનો ફાયદો થયો છે. તે રેન્કિંગમાં 18માં સ્થાન પર પહોંચી ગયો છે.
દુબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા ભીરતીય ટીમના ઓપનર પૃથ્વી શૉ અને વિકેટકિપર રિષભ પંતે ટેસ્ટ રેન્કિંગમાં હનુમાન કુદકો લગાવ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નંબર વન બેટ્સમેનનું સ્થાન જાળવી રાખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -