નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી ટેસ્ટ, વનડે અને ટી20 રેન્કિંગ્સ પર ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ રાજ કર્યું છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી થતાં તેણે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરિઝમાં ધમાકેદાર બેટિંગ પ્રદર્શનથી તેણે ટેસ્ટ રેકિંગમાં મોટી છંલાગ લગાવી છે. સ્મિથ વિરાટ કોહલીથી પણ મોટા અંતરે આગળ નીકળી ગયો છે.



નંબર-1 ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં ઑસ્ટ્રેલિયાઈ ધુરંધર સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી વચ્ચેનું અંતર વધી ગયું છે. માનચેસ્ટરમાં સમાપ્ત થયેલી ચોથી એશિઝ ટેસ્ટ મેચમાં 211 અને 82 રનની ઇનિંગ રમતા સ્મિથના કુલ 937 પોઈન્ટ થઈ ગયા છે. તે હવે નંબર વન સ્થાન પર મજબૂતીથી વિરાજમાન છે.

સ્મિથ અને કોહલી વચ્ચે જે અંતર છેલ્લા સપ્તાહમાં માત્ર એક પોઈન્ટનું હતું, તે હવે વધીને 34 પોઈન્ટ્સનું થઈ ગયું છે.