બદલાઈ ગયો ડકવર્થ લુઈસનો નિયમ, વરસાદવાળી મેચોમાં હવે શું થશે, જાણો....
આ 2014માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજુ વર્ઝન છે, જેને બીજી વખત નવું રુપ આપવામાં આવ્યું છે. આ પહેલા ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. તેનો મતલબ એ છે કે આ વિશ્લેષણ 700 વન-ડે, 428 ટી-20 મેચની જાણકારી પર આધારિત હશે. હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે ટીમે લાંબા સમય માટે પોતાની રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે. સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે. તેનો મતલબ એવો છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.
દુબઈઃ આઈસીસીએ શનિવારે ડકવર્થ લુઈસ નિયમમાં અને તેની આચાર સંહિતાના નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે જે 30 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનાર મેચથી લાગુ પડશે.
આ નવા ફોર્મેટને લાવ્યા પહેલા વન-ડે (અંતિમ 20 ઓવર) અને ટી-20માં રન બનાવવાની પેટર્ન પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટના અલગ-અલગ સ્કોરિંગ પેટર્ન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ સિવાય આઈસીસીએ પોતાની આચાર સંહિતામાં કેટલાક નવા અપરાધને સ્થાન આપ્યું છે. આ યાદીને બે જુલાઈએ ડબલિનમાં થયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂરી મળી ગઈ હતી. લેવલ-3ના ભંગ પર લગાવવામાં આવતા 8 પ્રતિબંધિત અંકને હવે વધારીને 12 કરવામાં આવ્યા છે.