ICCએ શ્રીલંકાના આ સ્પિનરને કર્યો સસ્પેન્ડ, જાણો વિગત
ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન એમ્પાયરે અકિલા ધનંજયની બોલિંગ પર સવાલ ઉઠાવ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની 211 રનથી હાર થઈ હતી. ધનંજયે 23 નવેમ્બરે બ્રિસબેનના નેશનલ ક્રિકેટ સેન્ટરમાં આઈસીસી સમક્ષ પોતાની બોલિંગનો ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટના પરિણામના આધારે જ તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈસીસી દ્વારા બોલિંગ પર પ્રતિબંધ મૂકવાના કારણે અકિલા ધનંજયની કરિયર સમાપ્ત નથી થઈ ગઈ. ધનંજય તેની બોલિંગ એક્શનમાં જરૂરી ફેરફાર કર્યા બાદ આઈસીસીના નિયમ 4.5 અંતર્ગત બોલિંગ એક્શન દ્વારા સમીક્ષા અપીલ કરી શકે છે. જો તપાસમાં તેની એક્શન યોગ્ય નહીં જણાય તો ફરીથી બોલિંગ કરવાની મંજૂરી નહીં મળે.
કોલંબોઃ આઈસીસીએ સોમવારે શ્રીલંકાના બોલર અકિલા ધનંજયની બોલિંગ એક્શન અયોગ્ય ગણાવી તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરી દીધો છે. આઈસીસીના નિયમ મુજબ બોલરને 15 ડિગ્રી સુધી હાથ ફેરવવાની મંજૂરી મળે છે, પરંતુ તપાસ દરમિયાન ધનંજયનો હાથ મર્યાદા કરતાં વધારે વળતો હોવાનું જાણવા મળ્યું હતું.
આઈસીસીના નિયમ 11.1 અંતર્ગત શંકાસ્પદ બોલિંગ એક્શનવાળો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત ઘરેલુ ક્રિકેટમાં પણ નથી રમી શકતો. જોકે નિયમ 11.5 મુજબ શ્રીલંકા ક્રિકેટની મંજૂરી બાદ ધનંજય ઘરેલુ ક્રિકેટમાં બોલિંગ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -