દુબઈ: આઈસીસીએ ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગની યાદી બુધવારે જાહેર કરી દીધી છે. જેમાં ભારતી ક્રિકેટર લોકેશ રાહુલે બેટ્સમેનોની યાદીમાં પોતાનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને એક ક્રમનો ફાયદો મળ્યો છે અને તે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે.
લોકેશ રાહુલ 816 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડના ડેવિડ મલાન (915)ની પાછળ છે. જે પોતાના ટોચના સ્થાને છે. જ્યારે કોહલીના 697 પોઈન્ટ છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ(801) એક ક્રમ ઉપર ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સીરિઝની પ્રથમ બે મેચ બાદ અપડેટ થયેલી રેકિંગમાં બન્ને ટીમોના ખેલાડીઓના ક્રમમાં ફેરફાર થયો છે. ન્યૂઝિલેન્ડના ડેવન કોનવેએ શરૂઆતની મેચમાં અણનમ 99 રનનો સ્કોર બનાવ્યો હતો. જેનાથી 46 સ્થાનના ફાયદા સાથે માત્ર આઠ મેચ બાદ જ 17 માં ક્રમે પહોંચ્યો છે, જ્યારે ઓપનર માર્ટિન ગુપ્ટિલ ત્રણ ક્રમના ફાયદા સાથે 11 માં સ્થાને પહોંચી ગયો છે.
ટોચના 10 બોલરોમાં એક પણ ભારતીય બોલરનો સમાવેશ થયો નથી. ન્યૂઝીલેન્ડનો ટિમ સાઉથી છઠ્ઠા, મિશેલ સેન્ટર સાતમા, ઇશ સોઢી 11માં અને ટ્રેન્ટ બોલ્ટ 49માં ક્રમે પહોંચી ગયો છે.
ICC T20 Ranking: લોકેશ રાહુલ બીજા નંબરે યથાવત, જાણો વિરાટ કોહલી કયા ક્રમે પહોંચ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 10:46 PM (IST)
ટોચના 10 બોલરોમાં એક પણ ભારતીય બોલરનો સમાવેશ થયો નથી. ન્યૂઝીલેન્ડનો ટિમ સાઉથી છઠ્ઠા, મિશેલ સેન્ટર સાતમા, ઇશ સોઢી 11માં અને ટ્રેન્ટ બોલ્ટ 49માં ક્રમે પહોંચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -