નવી દિલ્હી: ભારતીય ટીમે હાલમાં જ ન્યૂઝિલેન્ડ સામેની ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યૂઝિલેન્ડને તેના ઘરમાં જ સતત પાંચ ટી 20 મેચમાં હાર આપવાથી ભારતીય ખેલાડીઓને આઈસીસી ટી20 રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. ન્યૂઝિલેન્ડ સામેની ટી20 સિરીઝમા મેન ઓફ ધ સિરીઝ રહેલા લોકેશ રાહુલને રેન્કિંગમાં બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયો છે.

રાહુલે ન્યૂઝિલેન્ડ સામે પાંચ મેચની ટી 20 સિરીઝમાં 244 રન બનાવ્યા હતા. રાહુલ હવે 823 રેટિંગ અંક સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. આ સાથે જ રોહિત શર્મા ત્રણ ક્રમ ઉપર 10માં, શ્રેયર અય્યર 63 સ્થાનની લાંબી છલાંગ લગાવી 55માં અને મનીષ પાંડે 58માં નંબર પર પહોંચી ગયો છે. ટોપ 10માં હવે રાહુલ અને રોહિતની સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ છે, તે નવમાં નંબર પર છે.


બોલરની યાદીમાં બૂમરાહને 26 સ્થાનનો ફાયદો થયો છે. બુમરાહ 26 સ્થાની લાંબી છલાંગ લગાવી 11માં નંબર પર પહોંચી ગયો છે. ચહલ 30માં નંબર પર અને પાંચ મેચની ટી20 સિરીઝમાં આઠ વિકેટ લેનાર શાર્દૂલ ઠાકુર 57માં નંબર પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન પ્રથમ નંબર પર છે.