કુલદીપ યાદવે T20 રેન્કિંગમાં મેળવ્યો કરિયરનો શ્રેષ્ઠ ક્રમાંક, જાણો વિગત
જેના કારણે 24 વર્ષીય સ્પિનર એક સ્થાનના ફાયદા સાથે T20 બોલર્સના આઈસીસી રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. કુલદીપના 728 પોઇન્ટ છે, જ્યારે અફઘાનિસ્તાનનો 20 વર્ષીય લેગ સ્પિનર રાશિદ ખાન 793 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રવિવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી નિર્ણાયક ટી20 મેચ 4 રને હારવાની સાથે જ સીરિઝ 1-2થી ગુમાવી હતી. પરંતુ ચાઇનામેન કુલદીપ યાદવે તેના પ્રદર્શનથી આઈસીસી રેન્કિંગમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે. હેમિલ્ટનમાં રમાયેલી અંતિમ ટી20માં કુલદીપ યાદવે 26 રનમાં 2 વિકેટ લીધી હતી.
ટોપ 10માં ભારતનો અન્ય કોઈ બોલર નથી. કુલદીપનો સ્પિન જોડીદાર યુઝવેન્દ્ર ચહલ 6 ક્રમ ગબડીને 17માં સ્થાન પર છે, જ્યારે ભુવનેશ્વર કુમાર 18માં સ્થાન પર છે. બીજી તરફ ડાબોડી સ્પિનર કૃણાલ પંડ્યાએ 39 સ્થાનના કૂદકા સાથે કરિયર બેસ્ટ 58મું રેન્કિંગ મેળવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -