અશ્વિન ICC ટેસ્ટ રેન્કિંગમાં 3 પોઇન્ટના વધારા સાથે 10માંથી 7 ક્રમે પહોંચી ગયો છે. અશ્વિનના 792 પોઇન્ટ છે. ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર જસપ્રીત બુમરાહ ત્રીજા ક્રમે યથાવત રહ્યો છે. બુમરાહના 818 પોઇન્ટ છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં રહાણેને પણ ફાયદો થયો છે. રહાણેએ બીજી ટેસ્ટમાં 59 રનની ઈનિંગ રમવા સહિત કેપ્ટન કોહલી સાથે મળી 159 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે તે ટેસ્ટ રેન્કિંગમાં (721 પોઇન્ટ) નવમાં ક્રમે પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (817 પોઇન્ટ) ચોથા ક્રમે રહ્યો છે. જ્યારે ટેસ્ટમાં કરિયરનો સર્વોચ્ચ સ્કોર (અણનમ 254 રન) બનાવનારા ભારતના કેપ્ટન કોહલી રેન્કિંગમાં બીજા ક્રમે યથાવત રહ્યો છે, પરંતુ તેના પોઇન્ટ (936)માં શાનદાર વધારો થયો હતો. તે સ્મિથથી માત્ર એક જ પોઇન્ટ (937) પાછળ છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શનિવારથી રાંચીમાં શરૂ થશે.
ગુજરાત પેટા ચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને હરાવવા કોંગ્રેસ રમશે ઠાકોર કાર્ડ, જાણો વિગત
રદ થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે નવી તારીખ થશે જાહેર
સુરતઃ વરાછામાં બીઆરટીએસની અડફેટમાં આધેડનું મોત, રાજસ્થાનથી આવ્યા હતા સાળાની ખબર અંતર પૂછવા
આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવા પર રાજ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભત્રીજો આશીર્વાદ લેવા નથી આવ્યો પણ......
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત