નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડઝ સામે એંટીગા ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પ્રથમ વખત આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. બુમરાહે વિન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જીત સાથે શરૂઆત કરી હતી.



બુમરાહ આઈસીસી રેંકિંગમાં 9 સ્થાનની છલાંગ લગાવીને 774 પોઈન્ટ સાથે સાતમા નંબર પર પહોંચી ગયો છે. બીજી ઈનિંગમાં સદી સાથે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે એક સ્થાનના ફાયદા સાથે 10મા ક્રમ પર પહોંચી ગયો છે.



ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ 908 પોઈન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે. જ્યારે 851 પોઈન્ટ સાથે રબાડા બીજા અને 814 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. બેટ્સમેનોમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ બીજા અને કેન વિલિયમસન ત્રીજા નંબર પર છે.

કોહલી એન્ડ કંપનીએ અનુષ્કા શર્મા સાથે કરી ક્રૂઝમાં સવારી, જુઓ તસવીરો