ફોટો પર ફેન્સની ધડાધડ કમેન્ટ્સ આવી રહી છે. એક ફેને લખ્યું, “શું ખરેખર દીપિકા પ્રેગ્નન્ટ છે?” તો બીજાએ લખ્યું, “દીપિકા બેબી બંપ સંતાડી રહી છે.”દીપિકા-રણવીરને ગયા વર્ષે ઈટલીમાં લગ્ન કર્યાં હતાં. બીજી બાજુ દીપિકાએ છપાક અને ફિલ્મ 83 બાદ કોઈપણ ફિલ્મ સાઈન કરવાની ના પાડી દીધી છે.
અત્યારે રણવીર અને દીપિકા ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ મહાન ક્રિકેટર કપિલ દેવ પર આધારિત છે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીના રોલમાં છે. આ ફિલ્મમાં બંને લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળશે. આ પહેલાં બંને ફિલ્મ પદ્માવત, બાજીરાવ મસ્તાવી અને ગોલિયોંકી રાસલીલા રામલીલામાં સાથે જોવા મળ્યાં હતાં.