સ્મિથને પાછળ રાખી વિરાટ કોહલી બન્યો ટેસ્ટ ક્રિકેટનો નંબર 1 બેટ્સમેન, તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ, જાણો વિગત
વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં સૌથી વધારે રેટિંગ પોઈન્ટ હાંસલ કરનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સુનીલ ગાવસ્કરે 1979માં 916 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. જેને અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન તોડી શક્યું નહોતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ બર્મિંઘમ ટેસ્ટ ભલે 31 રને હારી ગઈ હોય પરંતુ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં કોહલી વિશ્વનો નંબર એક બેટ્સમેન બની ગયો છે. 2011 બાદ પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન ટોપ પર પહોંચ્યો છે. જાન્યુઆરી 2011માં તેંડુલકર સાઉથ આફ્રિકાના જેક કાલિસ સાથે સંયુક્ત રીતે ટોપ પર હતો.
ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ 865 પોઈન્ટ સાથે ત્રીજા, ન્યૂઝિલેન્ડનો કેન વિલિયમસન 847 પોઈન્ટ સાથે ચોથા, બોલ ટેમ્પરિંગમાં 1 વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 820 પોઈન્ટ સાથે પાંચમા અને ભારતનો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા 791 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે.
વિરાટે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પાછળ રાખીને પ્રથમ વખત આઈસીસી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ કર્યું છે. કોહલી 934 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયો છે. જ્યારે બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ 1 વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો સ્મિથ 929 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -