આ રેન્કિંગ લિસ્ટમાં અફઘાનિસ્તાનની ટીમને બે વાર ટી-20 વર્લ્ડ કપ વિનર વેસ્ટ ઇન્ડીઝ ટીમ અને ટી-20 વર્લ્ડ કપ 2014ની વિનર શ્રીલંકાને પાછળ છોડી દીધી છે.
અફઘાનિસ્તાન બાદ જો કોઇ ટીમે સારું પ્રદર્શન કર્યું હોય તો તે નેપાળની ટીમ છે. નેપાળની ટીમ 14માંથી 11મા સ્થાન પર પહોંચી ગઇ છે. નેપાળની ટીમે બે ટેસ્ટ પ્લેઇંગ દેશ ઝિમ્બાબ્વે (13) અને આયરલેન્ડ (15)ની ઉપર સ્થાન મેળવ્યું છે.
રેન્કિંગ લિસ્ટને વધારવાનો નિર્ણય આઇસીસીએ ગત વર્ષે લીધો હતો. તે અનુસાર 1 જાન્યુઆરી 2019થી આઇસીસી સભ્ય દેશો વચ્ચે રમાયેલી મેચ આંતરરાષ્ટ્રીય મેચ તરીકે ગણવામાં આવશે. આ નવી લિસ્ટમાં મે 2016 બાદ આઇસીસી સભ્ય દેશો સામે 6 મેચ રમી ચુકેલા તમામ સભ્ય દેશોને સામેલ કરવામાં આવ્યા છે.