સિડનીઃ ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમની ટક્કર ગુરુવારે ઈંગ્લેન્ડ સાથે થશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચ રમાશે. ઈંગ્લેન્ડની મજબૂત ટીમ સાથે સેમીફાઈનલમાં જીત હાંસલ કરીને પ્રથમ વખત આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાના ઈરાદે ભારતની ટીમ મેદાનમાં ઉતરશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકથી મેચ શરૂ થશે.


આ કારણે ઈંગ્લેન્ડ છે જીતનું પ્રબળ દાવેદાર

ભારતીય મહિલા ટીમ છેલ્લી સાત ટુર્નામેન્ટમાં ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે શાનદાર પ્રદર્શનના કારણે ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચી શકે છે.  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી-20 વર્લ્ડકપમાં રમાયેલા કુલ પાંચ મુકાબલામાં તમામ મેચમાં ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હોવાથી તેમનું પલ્લું ભારે છે.

ભારત પાસે બદલો લેવાની તક

ઉલ્લેખનીય છે કે, 2018માં પણ આ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારત પાસે આ વખતે 2018નો બદલો લેવાની તક છે.

ભારત ગ્રુપ-એમાં ટૉપ પર રહેતા સેમિફાઈનલમાં અગાઉથી જ સ્થાન નિશ્ચિત બનાવ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાને રહી. ગ્રુપ-એમાં ઑસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને રહી હતી અને તે નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ગ્રુપ-બીની ટોપ ટીમ દક્ષિણ આફ્રિકા સામે સેમીફાઈનલમાં ટકરાશે.

ભારતીય ટીમે ગ્રુપ-એમાં તમામ ચાર મેચ જીતીને કુલ આઠ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ઑસ્ટ્રેલિયાએ ત્રણ જીત સાથે 6 પોઈન્ટ, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ત્રણ જીત અને એક મેચ રદ સાથે કુલ 7 પોઈન્ટ મેળવ્યા છે. ઈંગ્લેન્ડ ચાર મેચ 6 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી છે.
 કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’

ICC Women’s T-20 Rankings: ભારતની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષની ઉંમરે જ બની વિશ્વની નંબર-1 બેટ્સમેન