વર્લ્ડકપમાં 161નો છે સ્ટ્રાઇક રેટ
16 વર્ષીય શેફાલી વર્માએ મહિલા ટી-20 વર્લ્ડકપમાં બેટિંગથી ધૂમ મચાવી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડકપમાં તેણે 161ના સ્ટ્રાઇક રેટથી 161 રન ફટકાર્યા છે. શેફાલી ગ્રુપ રાઉન્ડની ચારેય મેચમાં ભારતને આક્રમક શરૂઆત અપાવી છે અને તેના કારણે વુમન્સ ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવા આગળ વધી રહી છે.
કોની પાસેથી છીનવ્યો નંબર વનનો તાજ
માત્ર 18 ટી-20 ઈન્ટરનેશનલ રમેલી શેફાલી વર્મા ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં અનુક્રમે 47,46, 39 અને 29 રનની ઈનિંગ રમી ચુકી છે. આ દરમિયાન તે બે વખત પ્લેયર ઓફ ધ મેચ રહી છે. શેફલી વર્મા 761 પોઇન્ટ સાથે ટોપ પર છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ એક સ્થાન નીચે ગબડીને બીજા નંબર પર છે. તેના 750 પોઈન્ટ છે.
આ ખેલાડી ઓક્ટોબર 2018થી હતી નંબર 1
ન્યૂઝીલેન્ડની બેટ્સમેન સૂઝી બેટ્સ ઓક્ટોબર 2018થી નંબર-1 પર હતી. તેણે વેસ્ટઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર પાસેથી આ સ્થાન છીનવ્યું હતું. પરંતુ હવે ભારતની 16 વર્ષીય શેફાલીએ સૂઝીને પછાડીને તેની પાસેથી નંબર વનનું સ્થાન આંચકી લીધું છે.