અર્જુન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે થનારા વિશ્વકપ મેચ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે નેટ પર બોલિંગ કરી હતી. નારંગી રંગની ટી શર્ટ પહેરીને ઉતરેલા અર્જુને ઈંગ્લેન્ડના સ્પિન બોલર્સ સલાહકાર સકલૈન મુશ્તાકની દેખરેખ હેઠળ બોલિંગ કરી હતી.
આ પહેલી તક નથી જ્યારે અર્જુને ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે નેટ પર બોલિંગ કરી હતી. આ પહેલા 2015માં પંદર વર્ષના ખેલાડી તરીકે તે ઈંગ્લેન્ડના નેટના બોલર્સમાં સમાવેશ થયો હતો. જેમણે ઓસ્ટ્રેલિયા સામેની એશીઝ ટેસ્ટની તૈયારીઓમાં મદદ કરી હતી. 19 વર્ષના અર્જુને ગત અઠવાડિયે એમસીસી યંગ ક્રિકેટર્સ તરફથી સર્રે સેકન્ડ ઈલેવન વિરુદ્ધ બે વિકેટ લીધી હતી.