નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે હાલ ચાલી રહેલ શ્રેણીમાં થઈ રહેલ રનોના ઢગલાને ધ્યાનમાં રાખતા ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સત્તાવાર ફેન્સ સ્કોરબોર્ડની નવી ડિઝાઈન તૈયાર કરી છે જેમાં ટીમનો સ્કોરનો સ્કેલ 500 સુધી કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડના અખબાર ડેલી ટેલિગ્રાફના મતે દર્શક જે સ્કોરબોર્ડ ખરીદે છે તેમાં રનનો રેકોર્ડ હોય છે. વર્લ્ડ કપ માટે પહેલા એવા સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સ્કોર 400 રનનો હતો. ગત સપ્તાહે ટૂર્નામેન્ટ નિર્દેશક સ્ટીવ એલવર્દીએ અનુભવ્યું કે તેને નવેસરથી તૈયાર કરવા જોઈએ જેમાં 500 રન પણ આવી જાય.



ઇસીબીના મુખ્ય કાર્યકારી ટોમ હેરીસને જણાવ્યું હતું કે અમારે સ્કોરબોર્ડની સ્કેલ બદલવી પડી. જેને 500 કરી દેવાયો છે. કોણ જાણે આ વર્લ્ડ કપમાં 500 રનનો ઇતિહાસ બની જાય.

ઇંગ્લેન્ડમાં દર્શક એક-બે પાઉન્ડમાં મેચનો પ્રિન્ટેડ સ્કોરબોર્ડ પણ ખરીદી શકે છે. આ સ્કોરબોર્ડ યાદગારીના રુપમાં હોય છે. આ સ્કોરબોર્ડમાં હવે 500 રન બનવાના આંકડા નોંધાવી શકાય છે.



ઇંગ્લેન્ડે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 6 વિકેટે 481 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 361 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડમાં હાલ જે રીતને સપાટ પિચ જોવા મળે છે તે જોતા લાગી રહ્યું છે કે 500 રનનો સ્કોર પણ પ્રથમ વખત વર્લ્ડ કપમાં જોવા મળી શકે છે.