મંગળવારે બ્રિસ્ટોલમાં વરસાદ પડતાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલાં ભારે વરસાદ પડયો હતો. તેના કારણે ટોસ પણ શક્ય બન્યો નહોતો. બંને ટીમોને 1 1 પોઇન્ટ આપવામાં આવ્યા હતા. હવે આ જ સ્થિતી ગુરૂવારે રમાનારી ભારત ન્યુઝીલેન્ડ મેચમાં થઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર, ટ્રેન્ટબ્રિજમાં ગુરુવારે બપોરે વરસાદની સંભાવના છે પણ ધોધમાર વરસાદ નહીં પડે. આ સ્થિતિમાં મેચ ઓછી ઓવરની રમાડવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે અને સ્થાનિક હવામાન ખાતાએ હજુ વરસાદ પડશે તેવી ચેતવણી જાહેર કરી છે.