નવી દિલ્હીઃ વર્લ્ડકપના 40માં મેચમાં મંગળવારે ભારતે બાંગ્લાદેશને 28 રને હાર આપી હતી. જીત સાથે ભારત સેમી ફાઈનલમાં ક્વોલીફાઈ થઈ ગયું છે. હવે ભારતીય ટીમ પોતાની અંતિમ મેચ આજે શ્રીલંકા વિરૂદ્ધ રમશે. જોકે હવે આ મેચ વધારે મહત્ત્વની નથી. એવામાં ભારતીય ટીમ પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને આરામ આપી શકે છે.

બોલિંગ મોર્ચે હાલ જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે. બુમરાહ સતત ક્રિકેટ રમી રહ્યો છે. આવા સમયે કોહલી સેમી ફાઇનલ જેવા મહત્વપૂર્ણ મેચ પહેલા બુમરાહને આરામ આપવા માંગશે.

India's Jasprit Bumrah, left, celebrates after the dismissal of Bangladesh's Sabbir Rahman during the Cricket World Cup match between India and Bangladesh at Edgbaston in Birmingham, England, Tuesday, July 2, 2019. (AP Photo/Rui Vieira)

બાંગ્લાદેશ સામેની મેચ પછી જ્યારે બુમરાહને પુછવામાં આવ્યું હતું કે આગામી મેચમાં આરામ કરવા માંગશો? તો બુમરાહે સ્પષ્ટ કર્યું હતું કે આ મારો પ્રથમ વર્લ્ડ કપ છે, આવા સમયે વધારેમાં વધારે મેચ રમવા માંગીશ. તમે જેટલી વધારે મેચો રમો છો તેટલો વધારે એન્જોય કરશો.

વર્લ્ડ કપમાં હાલ જસપ્રીત બુમરાહનો દબદબો છે. વર્લ્ડ કપમાં તે 7 મેચમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે. બુમરાહની ગેરહાજરીમાં નવા બોલની આગેવાની ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સંભાળી શકે છે.