ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકટેર અને હવે ભાજપ નેતા ગૌતમ ગંભીરે ઈશારા ઈશારામાં વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ટીમને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય વર્લ્ડ કપ ટીમમાં હજુ એક ફાસ્ટ બોલરની જરૂર છે.
ગંભીર અનુસાર, મને લાગે છે કે ટીમ ઇન્ડિયામાં એક ક્વોલિટી ફાસ્ટ બોલરની ઘટ છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને વધારે મદદની જરૂરત છે. તમે એ વાતને લઈને ચર્ચા કરી શકો છો કે ભારત પાસે હાર્દિક પંડ્યા અને વિજય શંકર જેવા ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે, પરંતુ હું તેનાથી આશ્વસ્ત નથી. અંતે તો ટીમમાં સંતુલન રાખવું જરૂરી છે.