માંન્ચેસ્ટરઃ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2019ની લીગ ચરણની અંતિમ મેચ રમાઇ રહી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. સાઉથ આફ્રિકાએ ઇજાગ્રસ્ત હાશિમ અમલાના સ્થાને તબરેજ શમ્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરની આજે અંતિમ વન-ડે છે. તાહિરે આ મેચ અગાઉ ઇન્ટરનેશનલ મેચમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ વન-ડે મેચ હશે તેવી જાહેરાત કરી હતી.
સાઉથ આફ્રિકા વર્લ્ડકપમાંથી પહેલેથી બહાર થઇ ચૂકી છે પરંતુ ટીમ ઇમરાન તાહિરને વિજય સાથે વિદાય આપવા ઇચ્છશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અગાઉથી સેમિફાઇનલમાં પ્રવેશી ચૂકી છે જેથી આજની મેચ ઔપચારિક બની રહેશે. જો ભારત આજની મેચ જીતી જાય અને ઓસ્ટ્રેલિયા આજની મેચ હારી જાય તો ભારત 15 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર આવશે અને ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર આવી જશે.