નવી દિલ્હીઃ ઈજાગ્રસ્ત ઓલ રાઉન્ડર વિજય શંકરને આજે રમાનાર અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમાં રમવાની આશા છે કારણ કે તેના અંગૂઠાની ઈજા ઠીક થઈ ગઈ છે. શંકરે એક શોર્ટ ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો જેમાં તેનો થોડી રનિંગ કરાવવામાં આવી અને તેણે ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટ અને ટ્રેનર શંકર બાસુની દેખરેખમાં કેટલાક બોલ પણ ફેંક્યા. જોકે એ જાણવા મળ્યું નથી કે, ફિઝિયો અને ટ્રેનર તેની આ પ્રેક્ટિસથી ખુશ થયા છે કે નહીં.



વિજય શંકરે અફઘાનિસ્તાન સામે થનાર મુકાબલા પહેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, તે શનિવારે મેચમાં ઉતરશે અને સારૂ પ્રદર્શન કરશે કારણકે પાકિસ્તાન સામેની મેચમાં વિકેટ લઈને મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું અફગાન ટીમ વિરૂદ્ધ રમવાની આશા કરૂ છુ પરંતુ જો તમારી સામે જસપ્રીત બુમરાહ જેવા બોલર હોય તો તમારે અંદાજો લગાવવો જોઈએ કે તમારે તૈયાર રહેવાનુ છે.



વિજય શંકરને બુધવારના રોજ વરસાદના કારણે પગના અંગુઠામાં ઈજા પહોંચી હતી. 28 વર્ષના વિજય શંકરની ઈજાઓ વધારે નથી પણ તેનાથી ટીમ ઈંડિયામાં ડરનો માહોલ પેદા થયો હતો. બુધવારે અભ્યાસ મેચમાં જસપ્રીત બુમરાહનો યોર્કર શંકરના પગમાં લાગ્યો જેનાથી તેની આંગળીમાં ઈજા પહોંચી હતી.