નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતને વધુ એક ઝાટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકર ટીમમાંથી બહાર થઈ ગયો છે. પગની પાનીમાં ઈજાને કારણે વિજયને રવિવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. સોમવારે જાહેરાત કરવામાં આવી કે તે હવે બાકીના મેચ પણ નહીં રમી શકે. વિજયની જગ્યાએ મયંક અગ્રવાલ ટીમમાં સામેલ થઈ શકે છે.



કર્ણાટકના ઓપનર બેટ્સમેન મંયક અગ્રવાલે વિતેલા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ હજુ સુધી તે ભારત માટે વનડે ટીમમાં ડેબ્યૂ નથી કરી શકાય. બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, જસપ્રીત બુમરાહના બોલ પર વિજય શંકરને પાનીમાં ઈચા થઈ હતી. હાલમાં તેની સ્થિતિ વધારે સારી નથી અને તે વર્લ્ડકપમાં બાકીની મેચ નહીં રમી શકે. તે ભારત પરત ફરશે.



વિજય શંકરની જગ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ તેની જગ્યાએ મંયક અગ્રવાલને ઇંગ્લેન્ડ પરત બોલાવી શકે છે. તે સ્ટાર બેટ્સમેન છે અને એવામાં તેને ઓપનિંગ કરાવીને રાહુલને નંબર 4 પર બેટિંગ કરાવી શકાય છે.