World Cup: આ ભારતીય ખેલાડી પર ભડક્યા ફેન્સ, કહ્યું- આનાથી સારું તો લાલુ યાદવ રમે છે
abpasmita.in | 28 Jun 2019 02:26 PM (IST)
વર્લ્ડ કપ માટે જ્યારે ટીમ ઈન્ડિયાનું એલાન કરાયું, ત્યારે મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે તેને 3D ખેલાડી ગણાવ્યો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન જારી છે પરંતુ વિજય શંકર ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન નથી કરી શક્યા. વિજય શંકર ગુરુવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ મેચમાં માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયા તો ફેન્સ તેના પર ગુસ્સે થયા છે. વિજય શંકરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કોઈએ કહ્યું કે વિજય શંકર કરતાં લાલુ યાદવ સારું રમે છે તો કોઈએ કહ્યું કે સમજાતું નથી કે વિજય શંકર ટીમમાં શા માટે છે. વર્લ્ડ કપની મેચોમાં વિજય શંકરના પ્રદર્શનને લઈ સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જુઓ વાઇરલ થયેલી આ ટ્વીટ્સ… વર્લ્ડ કપ માટે જ્યારે ટીમ ઈન્ડિયાનું એલાન કરાયું, ત્યારે મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે તેને 3D ખેલાડી ગણાવ્યો હતો. અંબાતિ રાયડૂની જગ્યાએ વિજય શંકરને ટીમમાં સ્થાન અપાયું હતું. શંકર પાકિસ્તાન સામે 15, અફઘાનિસ્તાન સામે 29 અને વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 14 રન બનાવ્યા હતા.