ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને આ ટૂર્નામેન્ટમાં ‘પ્લેયર ઑફ ધ સીરીઝ’ જીતી. તેણે 10 મેચમાં 82.57ની સરેરાશથી કુલ 578 રન બનાવ્યા. કેને બે શદી અને બે અડધી સદી પણ લગાવી. આ વિશ્વ કપમાં તે રન બનાવવાનાં મામલે ચોથા નંબર પર હતો. કેનની કેપ્ટનશિપમાં કીવી ટીમ ખિતાબ જીતવાથી રહી ગઇ અને ઉપ વિજેતા બનીને જ સંતોષ માનવો પડ્યો.
વન ડે વિશ્વ કપની શરૂઆત તો 1975માં થઈ હતી, પરંતુ તે વખતે ‘મેન ઑફ ધ સીરીઝ’ આપવાનો રિવાજ નહોતો. આ પ્રથા 1992 વિશ્વ કપથી શરૂ કરવામાં આવી જેમાં પાકિસ્તાના વિજેતા બન્યું હતુ. પહેલીવાર વર્લ્ડ કપમાં ‘મેન ઑફ ધ સીરીઝ’નો ખિતાબ ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ક્રોએ જીત્યો હતો. ક્રોને આ વિશ્વ કપમાં સૌથી વધારે 456 રન બનાવવાનાં કારણે ખિતાબ આપવામાં આવ્યો. ભારત તરફથી સચિન તેંડુલકરને 2003માં ‘મેન ઑફ ધ સીરીઝ’ મળી હતી. આ વિશ્વ કપમાં સચિને સૌથી વધું 673 રન બનાવ્યા હતા.