23 વર્ષીય ઈમામ સદી ફટકારી હોવા છતાં ભલે પાકિસ્તાનને જીત અપાવી ન શક્યો હોય પરંતુ તેણે ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ઈમામ ઈંગ્લેન્ડમાં વન ડેમાં 150 કે તેથી વધુનો સ્કોર બનાવનારો વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. ઇમામ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે હતો. કપિલે દેવે ઈંગ્લેન્ડમાં રમાયેલા 1983ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે અણનમ 175 રનની ઈનિંગ રમી હતી. તે સમયે કપિલ દેવની ઉંમર 24 વર્ષ હતી.
ઇમામ ઉલ હકે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ, 27 વન ડે અને એક ટી ઈન્ટરનેશનલ મેચ રમી છે. તે વન ડેમાં છ સદી ફટકારી ચુક્યો છે. ઈંગ્લેન્ડ સામે ગઈકાલે તેણે રમેલી 151 રનની ઈનિંગ વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ત્રણ અડધી સદી પણ લગાવી ચુક્યો છે.
મેચ બાદ ઈમામે કહ્યું, પાકિસ્તાનની ટીમે 358 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો પરંતુ બોલર્સના નબળા પ્રદર્શન અને નબળી ફિલ્ડિંગના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
ભાજપના નેતા ફળદુએ ખાતરની થેલીનું વજન ઓછુ હોવાને લઇને શું કહ્યું, જુઓ વીડિયો