નવી દિલ્હીઃ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનનું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કબડ્ડી ટીમને જીતના અભિનંદન પાઠવતા કહ્યું કે, બારતને હરાવીને તમે ગેમ જીતી તેના માટે શુભેચ્છા. જ્યારે ભારતનું કહેવું છે કે, તેને સત્તાવાર કબડ્ડીની ટીમ પાકિસ્તાન રમવા માટે મોકલી નથી. તો અહીં તપાસનો વિષય એ છે કે ભારતના નામ પર કોણ બહાર જઈને રમી રહ્યું છે.


કેન્દ્રીય રમત પ્રધાન કિરણ રિજિજૂએ ઇમરાન ખાનના ટ્વીટ પર કહ્યું કે, કબડ્ડીની સત્તાવાર ટીમ અમે મોકલી જ નઙીત. તેની તપાસ થવી જોઈએ કે ભારતના નામ પર કોણ બહાર જઈને રમી રહ્યું છે. ઇમરાન ખાનનું આ ટ્વીટ યોગ્ય નથી.


વાસ્તવમાં જે ભારતીય ટીમને હરાવવાનો દાવો કર્યો છે તે ટીમમાં પંજાબના કેટલાક ખેલાડીઓ રમે છે. પાકિસ્તાને રવિવારે લાહોરના પંજાબ સ્ટેડિયમમાં થયેલ ફાઇનલ મેચમાં તેની જર્સી પર ઇન્ડિયા લખીને મેચ રમ્યા. પહેલી વખત મેચ જીતેલ પાકિસ્તાની ટીમે મેદાનમાં ચક્કર મારી જીતની ઉજવણી કરી. જ્યારે ઇમરાને ભારતનું નામ લખીને ટ્વીટ કર્યું તો કેટલાક ભારતીયોએ તેના પર નિશાન સાધ્યું હતુ અને જણાવ્યું કે જુઓ તો ખરા આ મેચને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનની માન્યતા પણ નથી.


એટલું જ નહી આ મેચમાં ભાગ લેવા ગયેલા ખેલાડીઓ ભારતની ગવર્નિંગ બોડી પાસે રજા લીધા વીના પાકિસ્તાન ગયા હતા. આનો સીધો મતલબ છે કે ભારતની આ અધિકારીક ટૂર્નામેન્ટ નથી તેમ કહી શકાય.

અમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પાકિસ્તાનને પત્ર લખીને કહ્યું કે સર્કલ કબડ્ડી વર્લ્ડ કપ માટે કોઈ ટીમ મોકલી જ નથી, જે ટીમ લાહૌર ગઈ છે તે સત્તાવાર ટીમ નથી, તે ટીમને ભારતના નામ સાથે અને તીરંગા સાથે રમવાનો કોઈ અધિકાર નથી. આ ટીમ વિરૂદ્ધ રમત ગમત મંત્રાલય તરફથી તપાસ ચાલી રહી છે.